50 ટકા જેટલું ઓછુ થઇ જશે તમારું લાઇટ બીલ,જાણી લો આ ટ્રીક
આજના સમયમાં દરેક લોકોના ઘરમાં સામાન્ય રીતે ફ્રીજ,ટીવી, એસી જેવી વસ્તુઓ જોવા મળે છે. પણ ક્યારેક ખોટી પ્રોડક્ટ ખરીદવામાં આવી જતા એટલે કે ક્યારેક એવું ફ્રીજ, ટીવી કે એસી ખરીદવામાં આવી જતા લોકોના બીલમાં ભુક્કા નીકળી જતા હોય છે તો આ બીલને આ રીતે ઓછું કરી શકાય છે.
LED બલ્બ તમે લેવા જાવો છો ત્યારે તમને મોંઘો પડે છે, પરંતુ તમને જણાવી દઇએ કે LED બલ્બ ઘરમાં તમે લગાવો છો તો તમારા લાઇટ બીલમાં ફરક પડે છે. સામાન્ય બલ્બ કરતા LED બલ્બ પ્રકાશ પણ મસ્ત આપે છે અને સાથે લાઇટ બીલ પણ ઓછુ કરે છે.
મને એવું લાગે છે કે વપરાશ કરતા લાઇટ બીલ બહુ વધારે આવે છે તો તમે એક વાર તમારું મીટર ચેક કરાવો. મીટર ચેક કરાવવાથી પણ તમારા લાઇટ બીલમાં ફરક પડી શકે છે. ઘણી વાર મીટરમાં કોઇ ખામી હોય તો પણ લાઇટ બીલ વધારે આવવાના ચાન્સિસ વધી જાય છે. તમારા આ વાત પર પણ એક વાર વિચારવાની જરૂર છે.
તમારા જ્યારે પણ એસી કે ટીવી જેવી વસ્તુઓ બંધ કરો ત્યારે ખાસ કરીને સ્વીચથી સપ્લાય બંધ કરવાની આદત પાડો. ઘણાં લોકો સ્વીચ ચાલુ જ રાખતા હોય છે. જો કે આ એક ખોટી આદત છે.