તમારા મેકઅપ બ્રશ જ બની શકે છે તમારા ચહેરાના પિમ્પલ્સનું કારણ, આ રીતે મેકઅપની રાખો કાળજી
- તમારા મેકઅપ બ્રશને એક વખત યૂઝ કર્યા પછી સાફ કરીને મૂકો
- દરેક બ્રશને હુંફાળા પાણીમાં પલાળઈને વોશ કરવા
હવે શિયાળો આવ્યો અને લગ્ન સિઝન શરુ થઈ ગઈ છે. દરેક મહિલાઓ પોતાની સુંદરતાને લઈને સાવધાન રહે છે, ચહેરા પર ખીલ,ડાધ ન પડે તેનું ધ્યાન રાખે છે અને લગ્ન પ્રસંગમાં સુંદર દેખાવવા માટે મેકઅપનો સહારો પમ લે છે, મેકઅપ સ્ત્રીઓને સુંદર અને આકર્ષક લૂક પ્રદાન કરે છે તે વાત સત્ય છે પણ જો જે બ્રશથી તમે મેકઅપ કરી રહ્યા છો તે ક્લીન ન હોય તો તે ડજ બ્રશ તમારા તહેરા પરની સુંદરતાને બદસુરતીમાં ફેરવી શકે છે,જી હા કારણ કે બ્રશ સાફ નહી હોય તો મેકઅપ લગાવ્યા બાદ ફુલ્લીઓ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓ સર્જાય છે.
મેકઅપમાં પણ એવી ઘણી વસ્તુઓ હોય છે, જેનું સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ મેકઅપ બ્રશ છે. તે ત્વચા સાથે સીધો સંપર્ક કરે છે. તમારી બ્યુટી કિટમાંના બ્રશ અને સ્પંજ એ તમારી બ્યુટી રૂટિનમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે.
આટલી બાબતોનું રાખો ધ્યાન
- કોઈ પણ સંજોગોમાં, મહિનામાં ઓછામાં ઓછા એક વખત મેક-અપ બ્રશ સાફ કરો.આ માટે ગરમ પાણીનો ઉપયોગ શેમ્પૂનો ઉપયોગ કરો જેથી બ્રશ બરાબર સાફ થાય અને ચહેરા પર તેની ઈફેક્ટ ન થાય
- ખાસ ધ્યાન રાખવું નવશેકૂ ગરમ પાણી જ લેવું નહી તો બ્રશને નુકશાન થઈ શકે છે.
- સૌ પ્રથમ, તમારા હાથની હથેળીને હળવા શેમ્પૂ અથવા હેન્ડ વૉશથી ભીની કરો, તે પછી બ્રશને તેમાં રગળીને ધોઈ લો. તમારી હથેળીને બ્રશના છેડા પર રાખો અને હળવા હાથે મસાજ કરો. ધ્યાનમાં રાખો કે બ્રશ ફક્ત હળવા હાથથી જ ધોવા.ત્યાર બાદ વધુ પાણીથી ધોવો
- બ્રશને સૂકવવા માટે ટુવાલનો ઉપયોગ બિલકુલ કરશો નહીં. જેના કારણે બ્રશમાં માઇલ્ડ્યુનો ભય રહે છે
- . બજારમાં સરળતાથી ઉપલબ્ધ ક્લીન્ઝિંગ ઓઈલ સ્ટિકનો ઉપયોગ પણ બ્રશને સાફ કરવા માટે કરી શકાય છે. તે બ્રશને સાફ કરવામાં ખૂબ મદદરૂપ છે, કારણ કે તેમાં કુદરતી તેલ અને હળદરના મૂળનો અર્ક હોય છે
- ખાસ ધ્યાન રાખો કે મેકઅપ બ્રશ ધોવા માટે ક્યારેય ઈલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ ન કરો, કારણ કે તે બ્રશને નુકસાન પહોંચાડી શકે છે.
- સ્પંજને પણ ખાસ સાફ કરવાનું રાખો, 15 દિવસમાં એક વખત હુંફાળા પાણી અને વધુ પડતા પાણીના ફ્લોથી સ્પંજ સાફ કરો ત્યાર બાદે તેને હવામાં જ સુકાવો
- સ્પંજને સાફ કરતા પહેલા તેના પર તમે ઓઈલ લગાવી શકો છો. જેથી તેના પર ચોંટેલો કોમ્પેક્ટ કે મેકઅપ તરત રિમૂવ થઈ જાય
- મેકઅપ હંમેશા એક્સપાયર થાય એટલે યૂઝ ન કરવો જોઈએ
- બને ત્યા સુધી મેકઅપના બ્રશને 4 મહિનામાં એક વખથ બદલવાનું રાખો