આપણે દરેક લોકો રોજ સવારે ન ખાવાની વસ્તુઓ ખાય છે જેને લીધે દિવસ દરમિયાન તેમની તબીયત સારી રહેતી નથી,ખાસ કરીને સવારના નાસ્તામાં તીખો તળેલો ખોરાક લેવો આરોગ્યને નુકશાન કરે છે, આ સાથે જ ભારતમાં ઘણા લોકો એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે, જેના કારણે સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણી સમસ્યાઓ થાય છે. આજની જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે આ સામાન્ય છે. આ માટે આપણે એવી આદત બદલવી પડશે જે સ્વાસ્થ્યને બગાડી શકે છે અને એસિડિટીનું મોટું કારણ બની જાય છે.
જો તમે ચાના શોખીન છો અને સવારની શરૂઆત ખાલી પેટ ચાથી કરવાનું પસંદ કરો છો, તો તેના કારણે એસિડિટી અને રિફ્લક્સની સમસ્યા ઉભી થાય છે. કદાચ તમને ખબર નહીં હોય કે ખાલી પેટે ચા પીવામાં આવે તો પિત્તના રસ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે એસિડિટી ઉપરાંત ઉબકા આવવાની ફરિયાદો પણ થાય છે.
માત્ર ચા જ નહીં, એવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જેનું સેવન સવારે ખાલી પેટ ન કરવું જોઈએ. આમાં મસાલેદાર વસ્તુઓ, ગરમ કોફી, વધુ તેલયુક્ત ખોરાક, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે.આ સાથે જ જ્યારે પણ તમે ચા પીવ છો ત્યારે સાથે હળવો નાસ્તો કરો જેમાં પૌઆ, મમરા લાઈટચ બિસ્કિટનો સમાવેશ થાય છે.આ સાથે જ તમે ઓટ્સ પણ લઈ શકો છો.
જો તમે સવારે ચા પીધા વગર જીવી શકતા નથી, તો તમે ચામાં આદુ મિક્સ કરીને પી શકો છો. તેનાથી એસિડિટી થવાની શક્યતા ઓછી થઈ જશે.સવારના નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, તેનાથી પેટમાં ગેસ નથી થતો અને પાચનતંત્ર પણ સારું રહે છે.
જો તમે સવારે બાફેલા ઈંડા ખાશો તો પેટની કોઈ સમસ્યા નહીં થાય.લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા છે, તેથી તમે તેને દરરોજ સવારે ખાઈ શકો છો, જો કે એસિડિટીથી બચવા માટે તેને વધારે તેલમાં ન પકાવો.