તમારા નખ બતાવે છે કે તમારુ સ્વાસ્થય કેવું છે, જાણો તેના વિશે
આપણા શરીરમાં કેટલાક અંગો એવા છે કે જેને જોઈને વ્યક્તિને સ્વાસ્થ્ય વિશે જાણ થાય છે. કેટલીક વાર જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં હોય ત્યારે તેના ચહેરાનો રંગરૂપ આખું અલગ જણાઈ આવતું હોય છે અને તેના કારણે જાણ થાય છે કે વ્યક્તિ ચિંતામાં છે. આવી જ રીતે વ્યક્તિના નખ જોઈને પણ ખબર પડે છે કે તેનું સ્વાસ્થ્ય કેવું છે.
જાણકારોના કહેવા પ્રમાણે નખમાં સફેદ ડાઘની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. ધીમે ધીમે આ ફોલ્લીઓનું કદ વધવા લાગે છે. જો આ સમસ્યા તમારી સાથે પણ છે, તો તેનું કારણ કમળો અથવા લીવર સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે.
આ ઉપરાંત ક્યારેક વ્યક્તિના નખ પીળા પણ હોય છે જેના કારણે ખબર પડે છે કે જો તમારા નખનો રંગ પીળો થઈ ગયો હોય તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત હોઈ શકે છે. આ સિવાય ફંગલ ઇન્ફેક્શન, થાઇરોઇડ, સિરોસિસના કારણે પણ પીળો પડી શકે છે. જો તમારા નખ જાડા અને પીળા પડી ગયા હોય અને તે ખૂબ જ ધીરે ધીરે વધે તો તે ફેફસાની સમસ્યાને કારણે હોઈ શકે છે.
કેટલીકવાર નખમાં બ્લુનેસ જોવા મળે છે. મતલબ કે શરીરમાં ઓક્સિજનની કમી છે. તે ફેફસાં અથવા હૃદય રોગ સૂચવે છે. બીજી તરફ જો નખ સુકાઈ ગયા હોય અને તૂટેલા હોય તો તે શરીરમાં પોષક તત્વોની ઉણપ દર્શાવે છે. ઉપરાંત, તે થાઇરોઇડને કારણે પણ હોઈ શકે છે.
જો તમારા નખનો રંગ ખૂબ જ સફેદ હોય તો તે એનિમિયા, હાર્ટ ફેલ્યોર, લીવર રોગ અને કુપોષણ વગેરેની નિશાની હોઈ શકે છે. નખમાં પટ્ટાઓ વિટામિન-બી, બી-12, ઝિંકની ઉણપ દર્શાવે છે. જો તમારા નખ અડધા સફેદ અને અડધા ગુલાબી છે, તો તેનું કારણ શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.