Site icon Revoi.in

સવારે પેટ ખાલી હોવાથી ગેસ થવા પાછળ તમારું રાત્રીનું ભોજન છે જવાબદાર, રાત્રે ખાલી પેટે સુવાથી થાય છે આ સમસ્યા

Social Share

 

સામાન્ય રીતે આજે જે આપણે ભાગદોડ વાળું જીવન જીવી રહ્યા છે તે મોટાભાગે આપણા હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર કરી રહ્યું છે, અનિયમિત જાગવું અને એ નિયમિત સુવુ જે ખૂબ મોટૂ આપણા સ્વાસ્થ્યને બગાડવાનું પરિબળ ગણાય છે, આ સાથે જ બહારનું જંક ફૂડ આરોગવું ,તળેલો તીખો ખોરાક વેલો દરેક પરિબળો ખરાબ સ્વાસ્થ્ય કરે છે, આ સાથે જ ભૂખ્યા રહેવું પણ મોટું પરિબળ છે જે શરીરને હાનિ પહોંચાડે છે, ખાસ કરીને જો તમને રાત્રે ભૂખ્યા સુવાની આદત હોય તો તે બદલી નાખજો, કારણ કે ભૂખ્યા સુવાથી શરીરમાં ઘણા રોગો થાય  છે,

રાત્રે જો તમે જમ્યા વિના જ સુઈ જાઓ છો તો તેનાથી તમારા શરીર માં પોષક તત્વો ની અછત જોવા મળે છે. તેનાથી તમને માઈક્રોન્યુટ્રીશન ડીફીસિએંસી થવાનો ખતરો રહે છે.જેમ કે આપણાશરીરમાં  રોજ મેગ્નેશિયમ, વિટામીન બી ૧૩ અને વિટામીન ડી૩ જેવા પોષક તત્વો નીઆવશ્યકતા રહે છે. એવામાં જો તમે રાત્રે ખાલી પેટે જ સુઈ જાઓ તો કુપોષણ થવાની શક્યતા રહે છે,આખી રાત પેટ ખાલી હોવાથી છેવટે નુકશાન થાય છે,

ભૂખ્યા પેટે રહેવાથી માણસ ચિડચીડિયો થઈ જાય છે. રાત્રે જમ્યા વગર સુઈ જવાથી તમારો આગળનો  દિવસ ખરાબ જાય છે. સ્વાભાવ આપણઓ ચીડિયો બને છે,ભૂખની સીધી અસર મૂડ પર પડે છે.રાત્રે ખાલી પેટે સુવાથી ક તેની નેગેટીવ અસર બોડી ના મેટાબોલીજ્મ પર પડે છે. ભોજન સહી ટાઇમ પર કરવું ખુબ જ જરૂરી છે નહી તો ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લે છે.

રાત્રે ખાલી પેટ સુવાથી સારી ઊંઘ આવતી નથી. તમે ઠીક થી સુઈ નથી શકતા. ઊંઘ પૂરી નહી થાય તો આગળનો દિવસ પણ ખરાબ રહે છે, બેચેની અને ઘણી સમસ્યા બીજે દિવસે થાય છેઘણા લોકો વેઈટ લોસ કરવાના બહાને રાતે જમતા નથી પરંતુ એવું કરવાથી ઉલટાનું તમારું વજન ઘટવાને બદલે વધી જશે.ખાલી પેટને લીધે બોડી ફેટ જમા કરવા લાગે છે. એટલા માટે રાત્રે ભલે ઓછું ખાઓ પરંતુ ભોજન જરૂર થી કરવું જોઈએ.