ગુજરાત યુનિ.માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓ માટે યુથ કોગ્રેસે શરૂ કર્યું હેલ્પ ડેસ્ક
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા શરૂ થઈ છે. એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં યોગ્ય માર્ગદર્શન માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે ત્યારે તેમને મદદરૂપ થવા માટે યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને યોગ્ય માગ્રગદર્શન મળી રહે તે માટે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા છેલ્લા 10 વર્ષથી હેલ્પ ડેસ્ક રાખવામાં આવે છે. હેલ્પ ડેસ્ક એ ઇન્ફોર્મેશન સેન્ટરની બહાર રાખવામાં આવે છે, જેથી ઇન્ફોર્મેશન સેન્ટરમાં મદદ મેળવવા આવતા વિદ્યાર્થીઓ વધુ ભીડ હોવાને કારણે યુથ કોંગ્રેસના ડેસ્ક પરથી મદદ મેળવે છે. ડેસ્ક પરથી રોજ 500થી વધુ વિદ્યાર્થીઓ પૂછપરછ કરીને મદદ મેળવે છે. યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ડેસ્ક પર પ્રોફેસર કક્ષાના વ્યક્તિને રાખવામાં આવ્યા છે, જે યુનિવર્સિટીથી સંપૂર્ણપણે માહિતીગાર છે જેથી વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન લઈને આવે તો તેનો જવાબ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના એડમિશન શરૂ થાય ત્યારથી લઈને એડમિશન પ્રકિયા પૂર્ણ થાય ત્યાં સુધી હેલ્પ ડેસ્ક ચાલુ રાખવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હેલ્પ ડેસ્ક કાર્યરત રહે છે.