Site icon Revoi.in

છિંદવાડામાં યુવાને પરિવારના આઠ સભ્યોની સામુહિક હત્યા કર્યાં બાદ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક પરિવારના 8 લોકોની કુહાડી વડે પરિવારના વડા દ્વારા સામૂહિક હત્યા કરવામાં આવી છે. આ પછી હત્યારાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર છિંદવાડા જિલ્લાની સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં એક પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કુહાડી વડે હત્યા કરી હતી. આ પછી હત્યારાએ પણ ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. હત્યાનું કારણ જાણી શકાયું નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ સભ્યોની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ , તેણે પોતાની જાતને પણ ફાંસી આપી હતી. આ ઘટના રાત્રે 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે, માહુલખિર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આખા ગામને સીલ કરી દીધું હતું. ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના લગ્ન 21 મેના રોજ થયા હતા અને પહેલા તેણે પત્નીની હત્યા કરી હતી, ત્યારબાદ આરોપીએ તેની 55 વર્ષીય માતા, 35 વર્ષીય ભાઈ, 30 વર્ષીય ભાભી, 16ની હત્યા કરી હતી. એટલું જ નહીં બહેન, 5 વર્ષીય ભત્રીજી, 4 અને દોઢ વર્ષની બે ભત્રીજીની કુહાડીથી હત્યા કરવામાં આવી છે. આઠ લોકોની હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેણે કુહાડી લઈને તેના માતા-પિતા, પત્ની, ભાઈ, બહેન અને ભત્રીજી સહિત પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી હતી પોતાને ગળાફાંસો ખાઈ લીધો હતો. મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે આ ઘટના દુઃખદ છે, આવી ઘટના બધાને ચોંકાવી દે છે. આ દુઃખની ઘડીમાં હું પીડિત પરિવારની સાથે છું. આ ઘટનાની તપાસ કરાવશે. મંત્રી સંપતિયા ઉઇકેને છિંદવાડા જવા માટે કહેવામાં આવ્યું છે.