Site icon Revoi.in

યુવાનોએ આપણા દેશની સુખાકારીમાં યોગદાન આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએઃ ડો.માંડવિયા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં આજે નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી.

આ જોડાણ ડૉ. માંડવિયાએ યુવાનો માટે એમવાય ભારત પ્લેટફોર્મને વન સ્ટોપ સોલ્યુશન બનાવવા માટે દેશભરના યુવા જૂથો સાથે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોનો એક ભાગ છે.

યુવાનો આપણા દેશમાં જે પ્રચૂર ક્ષમતા અને ઊર્જા લાવે છે તેનો સ્વીકાર કરીને ડી. માંડવિયાએ જણાવ્યું હતું કે, “યુવાનોએ આપણા દેશની સુધારણામાં પ્રદાન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નાં વિઝનને સાકાર કરવું જોઈએ.”

કેન્દ્રીય મંત્રીએ પોતાનાં સંબોધનમાં યુવાનો સાથે સુસંગત હોય તેવી પ્રવૃત્તિઓ સાથે માય ઇન્ડિયા પ્લેટફોર્મને સુસંગત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેમને લાભ પ્રદાન કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિઓ તેમની અસરને મહત્તમ બનાવવા માટે માય ભારત પ્લેટફોર્મ પર સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. આ બેઠકે યુવાનોને એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવા માટે એમવાય ભારત પોર્ટલ પર તેમનાં સૂચનો અને આંતરદૃષ્ટિ વહેંચવાની તક પ્રદાન કરી હતી.