યૂ ટ્યૂબની CEO સુસાન વોઝ્સ્કીએ રાજીનામાની કરી જાહેરાત – હવે નીલ મોહન સંભાળશે આ જવાબદારી
- Youtube સીઈઓ આપશે રાજીમાનું
- મૂળ ભારતીય નીલ સંભાળશે કાર્યભાર
દિલ્હીઃ- વીડિયો માટેનુિં વિશ્વભરમાં જાણીતું સર્ચ એન્જિન યૂ ટ્યૂબમાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કએ વિતેલા દિલસને ગુરુવારે જણાવ્યું હતું કે યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુસાન ડિયાન વોઝ્સ્કી તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સુસાન એ ગુગલના શરૂઆતના કર્મચારીઓમાંના એક હતા. આ સાથે જ તેમણએ લગભગ 25 વર્ષથી ગૂગલની પેરેન્ટ કંપની સાથે વિતાવ્યા છે. વર્ષ 2014માં તે યુટ્યુબની સીઈઓ બની હતી. હવે નવ વર્ષ પછી તેણે આ પદ છોડી દીધું છે.
આ સાથે જ સુસાનના રાજીનામા બાદ તેમનું પદ મૂળ ભારતીય નીલવ મોહનને સોંપવામાં આવ્યું છે.આ પછી નીલ મોહન કંપનીની આ પદની જવાબદારી સંભાળશે. નીલની કારકિર્દીની શરૂઆત ગ્લોરીફાઈડ ટેકનિકલ સપોર્ટથી થઈ હતી.. નીલ 2008 માં Google માં જોડાયો જ્યારે તેની ભૂતપૂર્વ કંપની DoubleClick ને Google દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.