1. Home
  2. ગુજરાતી
  3. યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ
યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

0
Social Share

નવી દિલ્હી: ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબે મોટી કાર્યવાહી કરીને પોતાના પ્લેટફોર્મ પરથી 22.5 લાખ વીડિયોને ડિલીટ કર્યા છે.યૂટ્યૂબે આ કાર્યવાહી ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 વચ્ચે કરી છે. યૂટ્યૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે આ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યા છે.

વૈશ્વિક સ્તરે યૂટ્યૂબે 90 લાખ વીડિયો સામે આવી કાર્યવાહી કરી છે. રિપોર્ટ મુજબ, તેમાંથી 96 ટકા વીડિયોને મશીને જ કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘન તરીકે ચિન્હિત કર્યા. તો 53.46 ટકા વીડિયોને એકપણ વ્યૂ નહીં આવવાથી પહેલા જ હટાવી દેવામાં આવ્યા. 27.07 વીડિયોઝ 10 વ્યૂઝે પહોંચતા પહેલા ડિલીટ કરવામાં આવ્યા.

આ વખતે યૂઝર્સ, સરકારી એજન્સીઓ અને સંગઠનો દ્વારા ચિન્હિત કરવામાં આવેલા વીડિયોની સરખામણીમાં મશીનો દ્વારા ચિન્હિત વીડિયોની સંખ્યામાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે યૂટ્યૂબની કમ્યુનિટી ગાઈડલાઈનમાં સ્પેમ, સેન્સેટિવ કન્ટેન્ટ, હિંસાત્મક કંટેન્ટ, ખોટી માહિતી, ડીપફેક વગેરે સામેલ છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023ની વચ્ચે યૂટ્યૂબે કુલ 20 મિલિયન એટલે કે 2 કરોડ ચેનલ ટર્મિનેટ કરી છે. આ સંખ્યા ગત ત્રિમાસિક સમયગાળાના મુકાબલે બેગણી છે. જ્યારે પણ કોઈ ચેનલને ટર્મિનેટ કરવામાં આવે છે, તો આ ચેનલના તમામ વીડિયોને હટાવી દેવામાં આવે છે. આ કડીમાં કુલ 95.53 મિલિયન એટલે કે 9 કરોડથી વધારે વીડિયો હટાવી દેવાયા છે.

ચેનલને ડિલીટ કરવાના મોટા કારણોમાં સ્પેમ અથવા ભ્રામક (92.8 ટકા) જાણકારી આપવી છે. બીજા ક્રમાંકે નગ્નતા અથવા અશ્લિલ કન્ટેન્ટ છે, જેની સંખ્યા 4.5 ટકા છે. જો કોઈ યૂટ્યૂબ ચેનલ 90 દિવસમાં ત્રણ વખત કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે, તો તેને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ભારત પછી સિંગાપુરમાં 124387 અને અમેરિકામાં 788354 યૂટ્યૂબ વીડિયો ડિલિટ કરવામાં આવ્યા છે. યૂટ્યૂબે 1.1 અબજથી વધારે વીડિયોને ડિલીટ કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code