- ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત
- ખુદ થયા હોમ આઇસોલેશન
- ટ્વિટર દ્વારા આપી જાણકારી
વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઇરફાને સોમવારે 29 માર્ચની રાત્રે પોતે સંક્રમિત થયાની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી.
ઇરફાને કહ્યું કે, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે,ત્યારબાદ તેઓ ખુદ હોમ આઇસોલેશન થયા. ઇરફાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે,હું કોવિડ -19 સંક્રમિત હોવાનું જાણવા મળ્યો છું, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અને ખુદ આઇસોલેશન થઇ ઘરમાં જ ક્વોરેનટાઈન છું.છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાનો પણ ટેસ્ટ કરાવે.
બે દિવસ પહેલા ઇરફાન પઠાણનો મોટો ભાઈ યુસુફ પઠાણ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો. ઇરફાન તેના ભાઈ યુસુફ સાથે હાલમાં જ સમાપ્ત થયેલ રોડ સેફટી વર્લ્ડ સિરીઝ ટી 20 ટૂર્નામેન્ટમાં રમી રહ્યો હતો,જ્યાં તે ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમનો ભાગ હતો. આ ટીમના કેપ્ટન મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર હતા,જે ખુદ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે.
-દેવાંશી