પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થતા યુવરાજસિંહ ખુશ હતો, જાણો કેમ….
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઝીમ્બાબ્વેના પ્રવાસે છે અને અત્યાર સુધીમાં બે ટી20 મેચ રમાઈ છે. દરમિયાન પ્રથમ મેચમાં અભિષક શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. બીજી મેચમાં વિસ્ફોટક બેટીંગ કરીને શર્માએ રેકોર્ડબ્રેક 100 રન બનાવ્યાં હતા. દરમિયાન ભારતના ઓપનર અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે, જ્યારે તે ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારે તેના મેન્ટર યુવરાજ સિંહ ખૂબ જ ખુશ હતા કારણ કે ભૂતપૂર્વ ઓલરાઉન્ડરનું માનવું હતું કે તે એક સારી શરૂઆત છે.
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરતી વખતે અભિષેક પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વેએ આ મેચ 13 રને જીતી લીધી હતી. જો કે, અભિષેકે શાનદાર વાપસી કરી અને બીજી મેચમાં 47 બોલમાં 100 રન બનાવ્યા, જેના કારણે ભારત મેચ 100 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અભિષેકે કહ્યું, “મેં શનિવારે યુવરાજસિંહ સાથે વાત કરી હતી અને મને ખબર નથી કે જ્યારે હું શૂન્ય પર આઉટ થયો ત્યારે તે આટલો ખુશ કેમ હતા. તેમણે કહ્યું કે આ એક સારી શરૂઆત છે પરંતુ હવે તે મારા પરિવારની જેમ ખુશ થશે અને તેને મારા પર ગર્વ કરશે.
અભિષેકે ભારતની 2011 વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજનો આભાર માન્યો હતો, તેણે માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ તેમને સપોર્ટ કર્યો હતો. તેમણે મને અહીં લાવવા માટે સખત મહેનત કરી છે. તેમણે માત્ર ક્રિકેટના મેદાનમાં જ મારી કુશળતામાં સુધારો કર્યો નથી પરંતુ મેદાનની બહાર પણ મને મદદ કરી હતી, અભિષેકે યુવરાજ સાથે વાત કરી હતી અને તે આ યુવા બેટ્સમેનના પ્રદર્શનથી ખૂબ જ ખુશ હતો. યુવરાજસિંહે કહ્યું હતું કે, મને તારા પર ગર્વ છે. તમે તેને લાયક હતા. આ તો માત્ર શરૂઆત છે. તમે ભવિષ્યમાં આવી ઘણી ઇનિંગ્સ રમશો.