દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે વિવાદિત કહેવાતા ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર મોટી કાર્યવાહી કરી છે અને સંહગઠન ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આઈઆરએફને પ્રથમવાર 17મી નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે ગેરકાનીની સંગઠન જાહેર કર્યું હતું.
ગૃહ વિભાગના એક નોટિફેકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, એનજીઓ દેશની સુરક્ષા માટે હાનિકારક ગતિવિધીઓ સાથે જોડાયેલું છે. જેની શાંતિ અને સાંપ્રદાયિક સદ્ધાવે બગાડવા અને દેશને ધર્મનિરપેક્ષતાને ખરાબ કરવાવાળી છે.
ગૃહ વિભાગે કહ્યું છે કે, ઝાકિર નાઈક દ્વારા આપવામાં આવેલા નિવેદન અને ભાષણ આપત્તિજનક અને વિધ્વંસક છે. કહેવાતા ધર્મગુરુ ઝાકિર નાઈક હાલમાં મલેશિયામાં છે.
કેન્દ્રીય ગૃહ વિભાગે કહ્યું હતું કે, ઝાકિર નાઈક પોતાના વાંધાજનક નિવેદન મારફતે ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની અને નફરત ફેલાવવાનું કામ કરે છે. નાઈક ભારત અને વિદેશમાં એક ખાસ ધર્મના યુવાનોને આતંકવાદી કૃત્ય માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે.
ગૃહ વિભાગે કહ્યું છે કે, ઝાકિર નાઈક આંતરરાષ્ટ્રીય સેટેલાઈટ ટીવી નેટવર્ક, ઈન્ટરનેટ, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરમાં લાખો લોકોને કટ્ટરપંથી નિવેદન અને ભાષણ આપે છે. આ તમામ પ્રવૃતિને ધ્યાનમાં રાખીને યુએપીએ હેઠળ આઈઆરએફ ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝાકિર નાઈકને પરત ભારત લાવવાના પણ પ્રયાસ થઈ રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.