Site icon Revoi.in

ZEE-NEET પરિક્ષાનો વિરોધ વકર્યો – અનેક રાજ્યોની સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી

Social Share

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં જી-નીટની પરિક્ષામે મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી રહી છે, હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે જેને લઈને અનેક લોકોની માંગણઈ છે કે આ પરિક્ષાને અટકાવવામાં આવે , ત્યારે આ બાબતે 10 થી વધુ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી ગાખલ કરી હતી, જો કે આ અરજીઓ નકારવામાં આવી હતી, આ બાબતે કોર્ટનું કહેવું હતું કે, થોડાઘણા વિદ્યાર્થીઓને લઈને લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ન બગાડી શકાય।

તવિતેલા દિવસ બુધવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ સમગ્ર બાબતને લઈને એક વિડિયો કોન્ફરન્સ કરી હતી, આ બાબતને લઈને પંજાબના મુખ્યમંત્રી અને પશ્ચિંમ બંગાળના મુખ્યમંત્રીએ આ મુદ્દાને લઈને તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી રાખવાની વાત કરી હતી, બીજી તરફ ઝારખંડ રાજદ્યના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું હતું કે, કોર્ટમાં જવાને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની આપણે સૌ એ માગણી કરવી જોઇએ.

આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ જી-નીટ ની પરિક્ષઆઓને મોકૂફ રાખવાની વાતને સમર્થન આપ્યું હતું, આ સાથે જ રાજસ્થાનની સરકાર તેમજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ અને પુડુચેરીના મુખ્ય પ્રધાન વી નારાયણ સામીએ પરિક્ષાઓ મોકૂફ રાખવા બાબતે પોતોનાની સહમતિ દર્શાવી હતી.

જો કે આ સમગ્ર વિરોધ વચ્ચે પણ જી-નીટની પરિક્ષાઓને મોકૂફલ રાખવા બાબતે કોઈ ઉલ્લેખ નથી થયો ,આ પહેલા સુપ્રીમ કોર્ટએ અનેક વિદ્યાર્થખઈઓની પરિક્ષઆ મોકૂફ રાખવા બાબતની અરજીને નકારી દીધી છે ત્ય.ારે હવે દેશના જુદા જુદા રાજ્યો દ્વારા જો પરિક્ષઆ મોકૂફ રાખવા બાબતે અરજી કરવામાં આવે તો શું પુરિણામ આવશે તે તોઆનવાર સમય જ બતાવશે, હાલ તો સરકારનું કહેવું છે કે દરેક સ્થિતિમાં પરિક્ષા તો લેવાશે જ.આ પહેલા બીજેપી સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ પરિક્ષા અટકાવવાની વાતમાં પોતોની સહમતિ દર્શાવી હતી.

સાહીન-