- હવે ZEEL એન્ટરટેઈન્મેન્ટનું SONY પિક્ચર્સ સાથે મર્જ થશે
- જી પાસે 47.07 અને સોની પાસે 52.93 ટકા ભાગીદારી હશે
દિલ્હીઃ- ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઇઝએ 21 સપ્ટેમ્બર 2021 ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં હાજર અને મતદાન કરનારા તેમના નિદેશક મંડળે સર્વસંમ્મતિથી સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને ZEEL વચ્ચેના મર્જરને સર્વસંમતિથી સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મર્જ થયેલી કંપનીમાં સોની રૂ. 11,605.94 કરોડનું રોકાણ કરશે. પુનીત ગોયન્કા મર્જ થયેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે યથાવત રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઇનમેન્ટ 47.07 ટકા હિસ્સો ધરાવશે જ્યારે સોની પિક્ચર્સ 52.93 ટકા હિસ્સો ધરાવશે.
બોર્ડે કહ્યું છે કે મર્જર શેરધારકો અને શેરધારકોના હિતોને નુકસાન નહીં થાય. મર્જર પછી સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ 1.575 અરજનું ડોલરનું રોકાણ કરશે. મર્જર પછી, સોની એન્ટરટેઇનમેન્ટ બહુમતી શેરહોલ્ડર હશે.
આ બે કંપનીઓના ટીવી બિઝનેસ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઇબ્રેરીઓને પણ મર્જ કરવામાં આવશે. આ સાથે જ , ZEEL અને SPNI વચ્ચે એક ખાસ બિન-બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.
જેમાં 47.07 ટકા ZEEL શેરહોલ્ડરો પાસે રહેશે અને બાકીના 52.93 ટરકા શેર મર્જ કરેલા એકમ SPNI શેરહોલ્ડરો પાસે રહેશે.આથી વિષેશ કે સોદાની યોગ્ય ખંત આગામી 90 દિવસમાં પૂર્ણ થશે. હાલના પ્રમોટર પરિવાર ઝી પાસે તેની હિસ્સેદારી 4 ટકાથી વધારીને 20 ટકા કરવાનો વિકલ્પ હશે. સોની ગ્રુપને બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટરોને નોમિનેટ કરવાનો અધિકાર હશે.