ઉત્તરપ્રદેશના આ શહેરમાં ઝિકા વાયરસનો કહેર – એક સાથે 25 દર્દીઓ મળી આવતા સંક્રમિતોનો આંકડો 36 પર પહોંચ્યો
- કાનપુરમાં ઝિકા વાયરસનું જોખમ
- આજે ફરી એક સાથે 25 કેસ મળી આવ્યા
- સંક્રમિતોની સંખ્યા 35 પર પહોંચી
લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યાર બાદ ડેન્ગ્યૂને લઈને અવનવા સનમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હવે કાનપુર શહેરમાં ઝિંકા વાયરસનું જોખમ સામે આવ્યું છે.કાનપુરમાં ઝિકા વાયરસનું સંક્રમણ ફેલાતું જોવા મળી રહ્યું છે.
આજરોજ બુધવારે ઝીકા વાયરસના નવા 25 કેસ સામે આવ્યા છે જેને લઈને તંત્રની ચિંતા વધી છે, તમામ સંક્રમિત લોકો ચકેરી વિસ્તારના છે. ત્યારે હવે એક જ સાથે 25 કેસ નોંધાતા ચકેરી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ પહેલા પણ વાયરસ ઝિકાના દર્દીઓ પોખરપુર, આદર્શનગર, શ્યામનગર, કાલીબારી, ઓમપુરવા, લાલકુર્તી, કાજીખેડા અને ચકેરીના પૂનમ ટોકીઝ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
આ સમગ્ર બાબતને લઈને સીએમઓ ડૉ. નૈપાલ સિંહે જણાવ્યું હતું કે હવે શહેરમાં ઝિકા સંક્રમિતોની કુલ સંખ્યા 36 થઈ ચૂકી છે. શહેરમાં ઝીકા વાયરસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેના કારણે દિલ્હી અને લખનૌમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝિંકા વાયરસનો સૌપ્રથમ પહેલો દર્દી 23 ઓક્ટોબરે મળ્યો હતો 30 ઓક્ટોબરે વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યા હતા આ સાથે જ 31 ઓક્ટોબરે છ દર્દીઓ મળી આવ્યા હતા 3 નવેમ્બરના રોજ 25 દર્દીઓ મળી આવ્યા હતા આમ હવે સંક્રમિતોની સંખ્યા 36 પર પહોંચી છે જે સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બની રહી છે