બેંગલુરપુઃ ઝિકા વાયરસનો કહેર કર્ણાટકમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક ખત રાજ્યમાં પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝિકા વાયરસનો પહેલો કેસ રાજઘાની બેંગલુરમાં નોંઘાયો હોવાની માહિતી સામે આવી છએ.
વઘુ જાણકારી પ્રમાણે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં આવતા તમામ તાવના દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ સહીત આ કેસ નોંધાતાની સાથે જ હવે સાવચેતીના ભાગરૂપે, આરોગ્ય વિભાગે ચિક્કાબલ્લાપુરના પાંચ કિલોમીટરના દાયરામાં એલર્ટ જાહેર કર્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 68 અલગ-અલગ જગ્યાએ મચ્છરોના શરીરમાં ઝિકા વાયરસ જોવા મળ્યો છે
.વાયરસને શોધવા માટે, ચિક્કાબલ્લાપુરા જિલ્લામાં 6 જુદા જુદા સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા અને લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટ રિપોર્ટ અનુસાર સિદલઘટ્ટા તાલુકાના તલકાયલાબેટ્ટા ગામના મચ્છરોમાં ઝિકા વાયરસ જોવા મળ્યો હતો. વાયરસની જાણ થયા પછી, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તરત જ તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને પગલાં લેવાનું શરૂ કર્યું. સત્તાવાળાઓ વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને તેના માટે જરૂરી પગલાં પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ઝિકા વાયરસ એક ચેપ છે જે ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી ફેલાય છે. મોટાભાગના લોકોમાં, ઝિકા વાયરસ ગંભીર લક્ષણોનું કારણ નથી. જો કે, જો સગર્ભા સ્ત્રીને ચેપ લાગે છે, તો ઝિકા વાયરસ તેના અજાત બાળકને પણ અસર કરી શકે છે. આ વાયરસનું વહન કરનાર મચ્છર દિવસ અને રાત બંને સમયે કરડે છે. તે એકથી બીજામાં ફેલાઈ શકે છે.