Site icon Revoi.in

યુપીઃ- કોરોનાની જેમ જ હોમ આઈસોલેટ થશે ઝિકા વાયરસના દર્દીઓ,કન્ટેનમેન્ટ ઝોન પણ બનાવાશે

Social Share

 

દિલ્હીઃ- દેશમાં કોરોના બાદ હવે ઉત્તરપ્રદેશમાં ઝિકા વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે, આ મામલે વિતેલા દિવસને શનિવારે સ્માર્ટ સિટી ઓડિટોરિયમમાં ઝીકા વાયરસથી બચવા સંદર્ભે ખાસ બેઠક યોજાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અત્યાર સુધીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હવેથી કોરોનાની જેમ જ ઝીકા વાયરસના દર્દીને ઘરે અલગ રાખવા, કન્ટેનમેન્ટ ઝોન બનાવવા અંગેની સલાહ સૂચના આપી હતી. મોનિટરિંગ ટીમોને તાત્કાલિક સક્રિય કરવા અને સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ પણ આપ્યા હતા.

ઝિકા વાયરસના જોખમને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે રાજધાનીમાં ઝિકા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. બે હોમ આઇસોલેશનમાં છે જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે. જેથી કરીને હવે સંપૂર્ણ સભાન બનીને નિયંત્રણની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવી જોઈએ. જ્યાં પણ ઝિકા વાયરસનો કેસ જોવા મળે છે, તેના 400 મીટરની અંદર ઝીકા કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવો જોઈએ.

આ સાથે જ જ્યા ઝિકા વાયરસના દર્દીઓ છે ત્યા કન્ટેનમેન્ટ ઝોનમાં, આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈને એન્ટિ-લાર્વાની તપાસ કરશે અને લક્ષણો ધરાવતા લોકોની પણ તપાસ કરશે. આ સાથે ઝીકા વાઈરસ પોઝીટીવ વ્યક્તિના ઘરની બહાર બેરીકેડીંગ લગાવવામાં આવશે. આ સાથે જ આ મામલે વઘુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર 0522-4523000 જારી કરવામાં આવ્યો છે.

ઝિકાના વધતા પ્રકોપની બાબતે ડીએમએ કહ્યું કે ઝીકા વાયરસ પોઝિટિવ દર્દીને સંપૂર્ણ ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવે. ઇન્ટિગ્રેટેડ કોવિડ કમાન્ડ સેન્ટર દ્વારા લોકોને ઝિકા વાયરસ સંબંધિત માહિતી ઉપલબ્ધ ક

હવેથી રાજ્યમાં સર્વેલન્સ ટીમો બનાવીને ગર્ભવતી મહિલાઓનું ટેસ્ટીંગ કરવામાં આવશે. ઝિકા કન્ટેઈનમેન્ટ ઝોન માટે 100 સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમો સવારે 8 થી 4.30 વાગ્યા સુધી જે તે વિસ્તારમાં રહેશે, સાંજે 5 વાગ્યે સીએચસી પહોંચશે. આ ટીમો દિવસે સાંજે 6 વાગ્યે જિલ્લા મેજિસ્ટ્રેટ કેમ્પ ઓફિસને રિપોર્ટ કરશે. જિલ્લાની આઠ હોસ્પિટલમાં સારવાર માટે ઝિકા વાયરસ વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. કોવિડની જેમ જ ઝીકા વાયરસની જેમ RRT ટીમો બનાવવામાં આવી રહી છે આ ઉપરાંત 500 સુપર સર્વેલન્સ ટીમો ઘરે-ઘરે જઈ દર્દીઓ પર નજર રાખશે.