ઉત્તરપ્રદેશના આ શહેરમાં ઝિકા વાયરસનું વધ્યું જોખમ- એક મહીલા સહીત 10 લોકો સંક્રમિત, કુલ દર્દીઓની સંખ્યા 89 પર પહોંચી
- કાનપુરમાં ઝીકા વાયરસનું જોખમ
- કુલ દર્દીઓની સંખ્યા 89 એ પહોંચી
લખનૌઃ- ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ઝીકા વાયરસનો કહેર વધ્યો છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને રાજ્ય સરકાર તથા વહીવટ તંત્રની ચિંતા વધી રહી છે, હવે મળતી માહિતી પ્રમાણે આજરોજ કાનપુરમાં એક મહિલા સહિત 10 લોકોમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. શહેરમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 89 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની ઝુંબેશ તેજ કરી છે.
આ પહેલા વિતેલા દિવસને શનિવારના રોજ 13 નવા દર્દીઓમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ હતી.જેને લઈને હવે આરોગહ્ય વિભાગ પર સતત કાર્યશીલ બન્યું છે.આ સાથે જ વાયરસના દર્દીઓ વધતા સરકાર દ્રારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વાયરસ મચ્છર દ્રારા ફેલાઈ રહ્યો છે,ઝીકા વાયરસ એડીસ મચ્છર દ્વારા ફેલાય છે જે ડેન્ગ્યુ ફેલાવે છે. સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ જોખમી છે ગર્ભના મગજનો વિકાસ થતો નથી જો કે તેનો મૃત્યુદર ઓછો હોવાનું કહેવાય રહ્યું છે – વર્ષ 1952માં પહેલીવાર આફ્રિકાના જંગલમાં લંગુરમાંથી મળી આવ્યો હતો. વર્ષ 1954માં તેને વાયરસ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2007માં એશિયામાં અને વર્ષ 2021માં કેરળ અને મહારાષ્ટ્રમાં કેસ જોવા મળ્યા હતા. 60 ટકા ચેપગ્રસ્ત લોકોમાં રોગના લક્ષણો દેખાતા નથી.