Site icon Revoi.in

અમદાવાદમાં આજથી બે દિવસ પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, અને નગીનાવાડી બંધ રહેશે

Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના સાગરકાંઠાને ટકરાશે. વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાને કારણે તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળોએ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સલામતીને ધ્યાને રાખી એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેમાં રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બે દિવસ બંધ રાખવાની જાહેરાત કર્યા બાદ આજથી બે દિવસ બાળવાટિકા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા નગીનાવાડી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બિપરજોય વાવાઝોડાને લીધે સાવચેતીના પગલારૂપે મહત્વના નિર્ણય લીધો છે. AMCએ આજે તા.15 જૂન ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજે તા. 15 જૂનને ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવામાં આવશે.