Site icon Revoi.in

ઉત્તર ધ્રુવ પર ઉડાન માટે યુએસના મ્યુઝિમમાં સ્થાન મેળવનાર દેશની પ્રથમ મહિલા પાયલોટ બની ઝોયા અગ્રવાલ 

Social Share

ભારત દેશની મહિલાઓ વિશઅવભરમાં પોતાનો નામનો ડંકો વગાડી રહી છે ત્યારે વધુ એક મહિલા પાયલોટે ભારતનું નામ રોશન કર્યું છે, પ્રાપ્ત વિગતો પ્રમાણે ભારતીય મહિલા  પાયલોટ ઝોયા અગ્રવાલ, ઘણા વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે, તેમને SFO એવિએશન મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

કેપ્ટન ઝોયા એર ઈન્ડિયાના બોઈંગ-777 એરક્રાફ્ટના વરિષ્ઠ પાઈલટ રહ્યા છે.  તેઓનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. ઝોયા ઉત્તર ધ્રુવ ઉપર વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા પાઈલટ છે. તેણે ઉત્તર ધ્રુવ પર લગભગ 16 હજાર કિમીનું વિક્રમજનક અંતર કાપ્યું હતું.ત્યારે હવે યુએસના આ મ્યુઝિમમાં સ્થાન મેળવી તેણે પોતાની કાબિલિ.ત સિદ્ધ કરી છે.

આ ઉપલબ્ધિ અંગે કેપ્ટન ઝોયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે , “હું જોઈને આશ્ચર્યચકિત થઈ ગય હતી કે હું ત્યાંની એકમાત્ર જીવંત વસ્તુ છું, હું ખૂબ જ આભારી છું. હું વિશ્વાસ કરી શકતી નથી કે હું યુએસએમાં પ્રતિષ્ઠિત એવિએશન મ્યુઝિયમનો ભાગ  બની છું.”

2021 માં પ્રથમ વખત, ઝોયા અગ્રવાલની આગેવાની હેઠળ એર ઈન્ડિયાની તમામ મહિલા પાઈલટ ટીમે યુ.એસ.માં સાન ફ્રાન્સિસ્કોથી ભારતના બેંગલુરુ શહેર સુધીના ઉત્તર ધ્રુવને આવરી લેતા વિશ્વના સૌથી લાંબા હવાઈ માર્ગને આવરી લીધો હતો. યુએસ સ્થિત એવિએશન મ્યુઝિયમ એર ઈન્ડિયાની તમામ મહિલા પાઈલટોની સિદ્ધિઓથી પ્રભાવિત થયું અને આ રીતે પાઈલટને તેમના મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું

સાન ફ્રાન્સિસ્કો એવિએશનના લુઈસ એ ટર્પેન એવિએશન મ્યુઝિયમમાં પાઈલટ તરીકે સ્થાન મેળવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. સામાન્ય રીતે SFO એવિએશન મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.

અગાઉ SFO મ્યુઝિયમે ઝોયા અગ્રવાલનું ઉડ્ડયન ક્ષેત્રે અસાધારણ કારકિર્દી અને સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા બદલ સન્માન કર્યું હતું. ઝોયાએ લાખો મહિલાઓ અને યુવાનોને તેમના સપના પૂરા કરવા માટે પ્રેરણા આપી છે