- બે અઠવાડિયામાં નક્કી થશે ઝાયડસની વેક્સિનની કિમંત
- સપ્ટેમ્બર મહિના સુધી વેક્સિનની આપુર્તિ થશે
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોમા મહામારીનો હજી સુધી અતં આવ્યો નથી. કોરોના સામેની લડતમાં વેક્સિન મહત્વનો ભાગ ભજવે છે જેને લઈને કેન્દ્ર દ્રારા વધુને વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયત્નો હાઠ ઘરવામાં આવી રહ્યા છે, જાન્યુઆરી મહિનાથી જ દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે હવે વેક્સિનની શ્રેણીમાં ટૂંક સમયમાં ઝાયડસ કેડીલાની વેક્સિનનો પમ સમાવેશ થશે.
ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ શનિવારે જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં કોરોનાની વેક્સિન ઝાયકોવ-ડીની સપ્લાય શરૂ કરવાની આશા સેવી રહ્યા છે. કંપનીએ કહ્યું કે આ વેક્સિનના ડોઝની કિંમત આવનારા બે અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. ઝાયડસ કેડિલાની સ્વદેશી રીતે વિકસિત સોય વગરની કોવિડ -19 વેક્સિનની શુક્રવારે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા કટોકટીના ઉપયોગ માટે મંજૂર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વેક્સિન 12-18 વર્ષની વયજૂથને આપી શકાય છે.
આ વેક્સિન માટે 12-18 વર્ષના 1 હાજર 400 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું: ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટરે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમે દેશમાં 50 કેન્દ્રો પર ટ્રાયલ કર્યા હતા, જેમાંથી 12-18 વર્ષના 1400 યુવાનોપણ સામેલ છે. તમામ પરીક્ષણોમાં, અમને આ વેક્સિનની આડઅસરો જોવા મળી થી. ” એમડીએ જણાવ્યું હતું કે, અમે હજુ સુધી 2-12 વર્ષના બાળકો માટે ટ્રાયલ શરૂ કરી નથી, પરંતુ 5-7 દિવસમાં આ ટ્રાયલ શરૂ કરવા માટે રેગ્યુલેટર્સને પ્રસ્તાવ મોકલવા જઈ રહ્યા છીએ.
આ સાથે જ વેક્સિનના ભાવ અંગે જણાવ્યું હતું કે,’આ વેક્સિનની કિંમત એકથી બે સપ્તાહમાં નક્કી કરવામાં આવશે’: ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટરના વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા પ્રમાણે “કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળ્યા પછી, હવે અમે અમારી રસી પુરવઠાની કિંમત નક્કી કરી શકીએ છીએ. અને અધિકારીઓ સાથે મળીને કાર્ય કરશે. આવનારા એક કે બે અઠવાડિયામાં, અમે રસીની કિંમત વિશે કહી શકીશું. “