ક્રિકેટ વર્લ્ડકપઃ પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવુ અશક્ય બન્યું, ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટીંગ લીધી
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC ODI વર્લ્ડ કપ 2023 ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પાકિસ્તાન માટે ઘણી મહત્વની હતી. તેની સેમિફાઈનલમાં પહોંચવાની છેલ્લી આશા હતી. તેમને સેમિફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેન્ડને અશક્ય માર્જિનથી હરાવવું જરુરી છે. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરી હોત તો તે પણ શક્ય બન્યું હોત. પરંતુ સિક્કો ઇંગ્લેન્ડની તરફેણમાં પડ્યો અને તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. એટલે હવે ક્રિકેટ પ્રેમીઓ પાકિસ્તાનને સેમિફાઈનલમાં રમતુ જોઈ શકે તેવી શક્યતાઓ ખુબ જ ઓછી છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા હવે સમાપ્ત થઈ ગઈ છે. બીજી તરફ ઈંગ્લેન્ડ કોઈપણ સંજોગોમાં પાકિસ્તાનને હરાવવા માંગે છે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે, પરંતુ તે હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવા માટે રમી રહ્યું છે. તે અર્થમાં, ઇંગ્લેન્ડ કોઈપણ સંજોગોમાં પાકિસ્તાનને હરાવવા માંગશે. તો જ તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી શકશે.
ભારતમાં હાલમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યાં છે. બંને ટીમોને અનેક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડ માટે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ક્વોલિફાય કરવાની મુશ્કેલીઓ ઉભી થઈ છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની જેમ શ્રીલંકાની ટીમે પણ પોતાના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યાં છે. દરમિયાન આઈસીસી દ્વારા શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન અને નેધરલેન્ડની ટીમે પોતાના પ્રદર્શનથી લોકોને આશ્ચર્યચક્તિ કર્યાં છે. તેમજ અનેક મોટી ટીમને પરાજ્ય આપ્યો છે.