ચીનના હ્યુબેઈ શહેરમાં શુક્રવારે સવારે એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક ઝડપથી દોડતી કારે ઘણાં લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય છથી સાત લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે. કાર એટલી હદે બેકાબુ હતી કે તે સતત લોકોને અડફેટે લઈ રહી હતી. સ્થાનિક પોલીસે કારના ડ્રાઈવરને ઘટનાસ્થળે જ ગોળી મારી દીધી હતી.
ચીનના હ્યુબેઈમાં આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે છ વાગ્યે થઈ હતી. જે સ્થાન પર દુર્ઘટના થઈ હતી, ત્યાં ઘણી ભીડભાડ હતી. દુર્ઘટના બાદ પોલીસે આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. સ્થાનિક પોલીસ હજીપણ કારચાલક સંદર્ભે જાણકારી પ્રાપ્ત કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે ચીનમાં સતત બીજા દિવસે આવી બીજી ઘટના બની છે. ગુરુવારે જ પૂર્વ ચીનના યાંચેંગમાં એક કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 44 લોકોના મોત નીપજ્યા હતા. પ્લાન્ટમાં હજીપણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્ફોટમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
મહત્વપૂર્ણ છે કે ચીનમાં ગત કેટલાક દિવસોથી ઘણી દુર્ઘટનાઓ થતી જોવા મળી રહી છે. પછી તે કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ હોય અથવા તો કાર એક્સિડેન્ટ. પશ્ચિમી ચીનના હિસ્સામાં કેટલાક સ્થાને શંકસ્પદ ગતિવિધિઓને કારણે સ્થાનિક વહીવટી તંત્રની ચિંતા પણ સતત વધવા લાગી છે.