યૂએનના એક રિપોર્ટ મુજબ સિશ્વમાં 5 થી 9 વર્ષના બાળકો 13.1 કરોડ છે , કિશોરવય ધરાવનારા 20.7 કરોડ અને 200 કરોડ વ્યસ્ક લોકો વધુ વજન ધરાવનારા છે. જો આંકડો જોવા જઈ તો દર ત્રીજો વ્યક્તિ મોટાપોનો શિકાર છે એમ કહી શકાય. જ્યારે 5 થી 9 વર્ષના મોટાપો ધરાવનારા બાળકોમાં 44 ટકા બાળકો વા છે કે જેઓનું વજન અતિશય વધુ પડતું હોય અને મેદસ્વિતાપણુંનો શિકાર બન્યા હોય.
ભારત દેશ સહીત પુરા વિશ્વની 82 કરોડથી વધુની વસ્તીને ભરપેટ ભોજન નથી મળતું તેઓ મજબુરીમાં ખાલી પેટે કેટલીક રાતો પસાર કરે છે, 2030 સુધી વિશ્વમાથી ભુખમરો નાબુદ કરવાનું લક્ષ્ય છે જે ખુબજ કઠીન લક્ષ્ય છે કારણ કે જઆજે પણ 10 ટકા વસ્તી ભુખી રહે છે, ત્યારે તેનાથી વિપરીત વાત પણ સામે આવી છે કે વિશ્વમાં મેદસ્વીતાપણું પણ એક મોટી સમસ્યા છે જે દરેક ઉમરના લોકોમાં વધતી જીતી જોવા મળે છે.
વીતીગયેલા દિવસોમાં યૂએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઈઝેશન તરફથીવિશ્વમાં ખાધ્ય સુરક્ષાની સ્થિતી અને પોષણની સ્થિતીમાં 2019માં એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો , આ રિપાર્ટ મુજબ છેલ્લા 4 વર્ષમાં ભારતમાં મોટોપાની વાત કરીયે તો ચોથા ભાગની વસ્તી મોટોપાથી પીડિત છે ત્યારે મેદસ્વીતાપણું ધરાવનારાની સંખ્યા 2012માં 41 લાખ હતી જે 2016માં વધીને 3 કરાડ 28 લાખ થઈચુકી છે, ભારતમાં 5 વર્ષથી વધુ ઇમર ધરાવનારા બાળકોની સંખ્યામાં મેદસ્વિતાપણુંથી પીડિત બાળકો કુલ 29 લાખ હતા.
કુપોષણ અને મેદસ્વિતાપણાની સરખામણીમાં ભારતમાં કુપોષિત લોકોની સંખ્યા 2004-06માં 25.39 કરોડ હતી અને તે સંખ્યા 2016-18માં ઘટીને 19.44 કરોડ થઈ જ્યારે 18 વર્ષથી વધુ ઉમરના વર્ગમાં મેદસ્વિતાપણાનો શિકાર બનનારની સંખ્યા 2.40 કરોડથી વધી ને 3.28 કરોડ થઈ.મેદસ્વીતાના કારણે અત્યાર સુધી 40 લાખ લોકોના મોત થયા હતા.
આ રજુ કરેલા રિપોર્ટમાં એક વાત એ પણ સામે આવી છે કે મેદસ્વીતાપણું માત્ર ભારત દેશની જ સમસ્યા નથી વધતા જતા મેદસ્વિતાપણુંપણાને કારણે વિસ્વ સ્તર પર હાલ સુધી કુલ 40 લાખ લોકો મોતને ભેટ્યા છે. 200દ થી 2016 સુધી મેદસ્વીતાપણામાં ખુબજ ઝડપી વધારો નોંધાયો છે ,નવાઈની વાતતો છે કે સ્કુલ જવાની ઉમરમાં પણ લોકોમાં મેદસ્વિતાપણુંની સમસ્યા જોવા મળી છે.
વિશ્વમાં દર ત્રીજા વ્યક્તિએ એક વ્યક્તિ મેદસ્વિતાપણુંનો શિકાર બને છે
આ રિપોર્ટ મુજબ 2000 થી લઈને 2016 સુધી મેદસ્વીતાપણું અને વધુ પડતા વજન ધરાવનારા સૌથી વધુ 18 વર્ષથી વધુ ઉમર ધરાવનારા છે સાથે સાથે 2018માં 5 વર્ષથી ઓછી ઉમર ધરાવનારા 4 કરોડ બાળકો વધારે પડતો વજન ધરોવે છે.
વ્યસ્ક લોકોમાં 2000માં મેદસ્વિતાપણુંમાં 8.7 ટકાનો વધારો થયો છે ત્યારે 2016માં આ આકડો વધીને 16.1 ટકા થયો છે ,વધુ પડતા વજન ધરાવવાના મામલામાં 2000ની સાલમાં 21.1 ટકાનો વધોરો રહ્યો ત્યારે 2016માં આ આકડો વધીને 25.8 ટકા થયો .
એશિયામાં સૌથી વધુ કુપોષિત વસ્તી
મેદસ્વિતાપણુંની સરખામણીમાં જયારે બીજી બાજુ યૂએન રિપોર્ટના મુબજ કુપોષણનો શિકાર બનનારાની 82.16 કરોડની વસ્તીમાથી 51 કરોડથી વધુ વસ્તી એશિયામાં .25 કરોડથી વધુ વ્સિતી આફ્રીકામાં અને 4 કરોડ દક્ષિણ અમેરીકામાં જોવા મળે છે જ્યારે એશિયામાં સૌથી વધારે કુપોષિત લોકો દક્ષિણ એશિયામાં રહે છે 2018માં તેમની સંખ્યા 27.85 કરોડ હતી ત્યાર બાદ પૂર્વ એશિયાનો નંબર આવે છે જેમાં 13.31 કરોડ લોકો ભિખ્યા રહેવા પર મજબુર છે
ત્યારે કુપોષણ પર રોકવાની બાબતમાં વૈશ્વિક સ્તરે સફળતા મળી છે. 2005 માં જ્યાં 14.5 ટકા કુપોષણના કિસ્સા હતા, 2016 થી 2018 વચ્ચે આ દર ઘટીને 10.8 ટકા થયો. તે જ સમયે એશિયાની વાત કરીએ તો 2005 માં 17.4 ટકા અસરગ્રસ્ત વસ્તી હતી, જે ઘટીને 2018 માં 11.3 ટકાનો ઘટાડો થયો. 2017માં આ દર 11.4 ટકા હતો. દક્ષિણ એશિયામાં જ્યા સ્થિતિ સંપૂર્ણ એશિયામાં સૌથી ખરાબ છે ત્યાં પણ સુધારો થયો છે, 2005 ની સરખામણીમાં 21.5 ટકાનો ઘટાડો થયો છે, જે 2018 માં 14.7 ટકાનો ઘટાડો થયો છે.
જો કે, તેમાં હજુ પણ ઘણા બધા સુધારાના કામો કરવામાં આવ્યાં છે, કારણ કે આજે પણ 82.16 કરોડ લોકો ભૂખથી ભૂખ્યાંમરે છે, જેમાં 14.9 મિલિયન બાળકો ભૂખની સમસ્યાઓથી પીડાય છે. 2017 માં ભૂખ્યા પેટ રહેનારા લોકોની સંખ્યા 81.17 કરોડ હતી.
જો આપણે વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 1990માં માં 5 વર્ષથી ઓછી ઉંમરના 25.25 મિલિયન બાળકો કુપોષણનો ભોગ બન્યા હતા, તે 2018 માં ઘટી અને ફક્ત 14.9 મિલિયન બાળકો કુપોષણ સાબિત થયા હતા. આ રીતે, કુપોષણને દૂર કરવાના ઝુંબેશ સફળ થયા છે. પરંતુ એક અલગ દ્રષ્ટિકોણથી, છેલ્લા 28 વર્ષોમાં, સ્થૂળતા પર બાળકોમાં સમસ્યાઓ વધી છે. 2000 માં, 30 મિલિયન (30.9 મિલિયન) બાળકો સ્થૂળતાના ભોગ બન્યા હતા, 2018 માં આ સંખ્યા 4 મિલિયન (40.1 મિલિયન) થઈ હતી.
2000 અને 2015 ની વચ્ચે, કુપોષણની મોટા ભાગની સમસ્યા દક્ષિણ એશિયા, પૂર્વીય આફ્રિકા, મધ્ય આફ્રિકા સહિત 2000 અને 2018 ની વચ્ચેના અન્ય વિસ્તારોમાં સરખામણીમાં મળી આવી હતી, આફ્રિકાના દક્ષિણી વિસ્તારમાં ભારે વજનની સમસ્યા જોવા મળી હતી.