મશહુર સિંગર લતા મંગેશકરને 90માં બર્થ-ડૅ પર સરકાર આપશે ગીફ્ટઃ “ડૉટર ઑફ ધ નેશન”થી સમ્માનિત કરાશે
- સરકાર દ્વરા “ડૉટર ઑફ ધ નેશન”નો ખિતાબ
- લતાજીનો 90મો બર્થ-ડે બનશે ખાસ
- લતાજીએ 1940થી ગાયિકીનો સફર શરુ કર્યો હતો
- 1998માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત
- 2001માં ભારત રત્નથી સમામાનિત કરાયા હતા
ભારતીય ફિલ્મ સંગીતમાં સાત દાયકાથી અભૂતપૂર્વ યોગદાન આપનારો સ્વર કોકિલા લતા મંગેશકરને “ડૉટર ઑફ ધ નેશન”નો પુરસ્કાર આપવામાં આવશે,કેન્દ્ર સરકાર દ્વારા 28સપ્ટેમ્બરના રોજ લતાજીના 90માં જનમ દિવસ પર આ સમ્માનથી તેમને નવાઝવામાં આવશે.મીડિયા રિપોર્ટસ મુજબ આ ખાસ અવસર માટે ગીતકાર અને કવિ પ્રસૂન જોશીએ ખાસ ગીતોની રચના કરી છે.
મળતી માહિતી મુજબ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી લતા મંગેશકરના ખબૂ મોટા ફેન છે,તે ભારતની દરેક ગાયિકીનું પ્રતિનિધિત્વ કરે છે,તેમનું સમ્માન કરવું તે દેશની દીકરીનું સમ્માન કરવા બરાબર છે જેથી તેમને પોતાના 90માં જનમ દિવસ પર આ ખિતાબ આપવાનો નિર્ણય લોવામાં આવ્યો છે.
લતાજીએ પોતાના ગાયિકી સફરની શરૂઆત 1940થી કરી હતી
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા લતા મંગેકરે પોતાની ગાયિકીની શરુઆત 40ના દશકમાં કરી હતી,ત્યારે માત્ર તેઓ 13 વર્ષના હતા,તેમણે પ્રથમ ગીત મરાઠી ફિલ્મ ‘કિતી હસાલ’ 1942માં રેકોર્ડ કર્યું હતુ,જેને લાસ્ટ કટ પહેલા હટાવવામાં આવ્યું હતુ.1943માં આવેલી મરાઠી ફિલ્મ ‘ગજાભાઉ’માં તેમણે હિન્દી સોંગ “માતા એક સપૂતકી દૂનિયા બદલ દે” ને અવાજ આપ્યો હતો,જે તેમનું પહેલું સોંગ મનવામાં આવે છે,ત્યારથી સતત તેમની ગાયિકીએ રુકવાનું નામ નથી લીધુ.
ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત
લતાજીને પોતાની ગાયિકીના ખાસ યોગદાન માટે અત્યાર સુધી કુલ 3 નેશનલ એવોર્ડ જેમાં, ફિલ્મ ‘પરિચય’ માટે 1972માં,કોરા ‘કાગજ’ માટે 1974માં અને ‘લેકિન’ માટે 1990માં આપવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મ ભૂષણ’ 1969માં,’દાદા સાહેબ ફાળકે’ 1989માં,’પદ્મ વિભૂષણ’ 199માં અને ‘ભારત રત્ન’ 2001માં આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
હાલ લતાજી રાનૂ મંડલને આપેલી નસિહતથી ચર્ચામાં છે
તાજેતરમાં જ લતાજીએ ઇન્ટરનેટ પર હાલમાં જ ખૂબજ લોક પ્રિયતા પામેલી રાનુ મંડલ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “જો મારા નામ અને કામથી કોઈનું પણ સારું થાય છે, તો હું મારી જાતને ખપષકીસ્મત માનું છું. પણ મને એમ પણ લાગે છે કે નકલ કરવી તે સફળતાનો વિશ્વસનો ટકાઉ સાથીદાર નથી, હું અથવા કિશોર કુમાર દા અથવા મોહમ્મદ રફી સાબ અથવા મુકેશ ભૈયા અથવા આશા ભોંસલે ના ગીતો થોડા સમય માટે મહત્વાકાંક્ષી ગાયકોની નકલ કરીને માત્ર થોડા સમય માટે ધ્યાન આકર્ષિત કરી શકે છે પરંતુ કાયમ માટે નહી”.
રાનૂ મંડલ ક રેલવે સ્ટેશન પર ગીત ગાયને પોતાનુ જીવન જીવતી હતી, પરંતુ ક યૂવકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા રાતો રાત તે ફેમસ બની ગઈ હતી,રાનૂ જે સોંગથી ફેમસ બની હતી તે સોંગ લતાજીએ ગાયેલું સોંગ એક પ્યાર કા નગમા હે ,છે ત્યાર બાદ મશહૂર ગાયક હિમેશ રેશમિયા રાનૂને ટ્રેનિંગ આપી ને પોતાની આગલી ફિલ્મમાં સોંગ ગાવાની તક પણ આપી હતી.