1. Home
  2. ગુજરાતી
  3. લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના
લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના

0
Social Share

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની  જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી બાદ મંગળવારે આ સમિતિની જાહેરાત કરાઈ હતી. 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને 43 સભ્યોની જૂદી જૂદી કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં 36 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં રાજીવ સાતવને ચેરમેન બનાવાયા છે, જેમાં પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.આ ઉપરાંત  28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે. તેમજ 27 સભ્યોની પબ્લિસીટી સમિતિમાં તુષાર ચૌધરી, રોહન ગુપ્તા, રાજુ પરમાર, હેમાંગ વસાવડા, ચેતન રાવલ, મિહીર શાહ, નિશિથ વ્યાસ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.તથા 15 સભ્યોની મીડિયા કો-ઓર્ડિનેશન કમિટીમાં નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક કનન્વીનર તરીકે નિમાયા છે. જ્યારે સભ્યો તરીકે મનીષ દોશી, હિમાંશુ વ્યાસ, લલિત વસોયા, જયરાજસિંહ પરમાર, જગત શુક્લ, નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસી નેતાઓનો સમાવેશ કરાયો છે. અને ઇલેક્શન કમિટીમાં સૌરાષ્ટ્રના નેતા અર્જુન મોઢવાડિયા – ચેરમેન તરીકે નિમાયા છે, જ્યારે મધ્ય ગુજરાતના નેતા મૌલિન વૈષ્ણવ- કન્વીનર તરીકે નિમાયા છે. આ કમિટીમાં ડોક્ટર જીતુભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, બાલુભાઈ પટેલ, ડોક્ટર વિજય દવે, કુલદીપ શર્મા, ચેતન રાવલ, યોગેશ રાવ, સંદીપ પટેલ, જવાહર ઉપાધ્યાયનો સમાવેશ કરાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code