1. Home
  2. revoi editor

revoi editor

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતા કાલે તા. 11મી મેને શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતું કે, ધોરણ 10નું પરિણામ 11 મેને શનિવારના […]

અમદાવાદના એરપોર્ટથી વડોદરા જવા માટે STની AC વોલ્વો બસ સેવાનો પ્રારંભ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ પણ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી જ જતા હોય છે. અને વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ પણ  અમદાવાદ લેન્ડ થતાં હોય છે. ખાસ કરીને વડોદરા જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગે અમદાવાદ એરપોર્ટથી એસી […]

નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે

અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય […]

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડિયાની શાનદાર જીત

અમદાવાદઃ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભાજપના જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફ્કોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપનો ભાજપ સામે જ જંગ ખેલાયો હતો. ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું […]

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત, આજે લગ્નો સહિત શુભ પ્રસંગો યોજાશે, સોનાની પણ ધૂમ ખરીદી થશે

અમદાવાદઃ આજે અખાત્રીજ છે. શુભ પ્રસંગો માટે અખાત્રીજના દિનને વણજોયેલું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે શુક્રવારે અનેક લગ્નો યોજાશે, ઘરની વાસ્તુ સહિતના શુભ પ્રસંગો પણ યોજાશે. ઉપરાંત સોના-ચાંદીના ઘરેણા તેમજ નવા વાહનો ખરીદવા માટે શુભ દિન માનવામાં આવતો હોવાથી આજે સોના-ચાંદીના ઘરેણા અને નવા વાહનોની પણ ધૂમ ખરીદી થશે. કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ અખાત્રીજને […]

અમદાવાદમાં પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ, હવે 146માંથી 110 સ્થળોએ વરસાદી પાણી નહીં ભરાય

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આગમનને દોઢથી બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શહેરમાં એકથી બે ઈંચ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા હોય છે. આથી જે રોડ પર પાણી ભરાતા હોય તેવા 146 સ્થળો લોકેટ કરવામાં આવ્યા છે. જેમાં 110 જેટલા વોટર લોગિંગ સ્પોટને દૂર કરવામાં આવ્યા […]

ગુજરાતમાં આજે સૂર્ય નારાયણ પ્રકોપ વરસાવશે, કાલથી વાતાવરણ પલટાતા લોકોને રાહત થશે

અમદાવાદઃ ગુજરાતમાં સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અંગારા વરસાવતી ગરમીથી લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે. ગુરૂવારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ  પહોચ્યું હતું. જ્યારે ભૂજ અમરેલી, રાજકોટ અને ડીસામાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આજે શુક્રવારે પણ  ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યારબાદ શનિવારથી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં પ્રી-મોન્સૂન […]

HCએ કરી જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ, 222 જજની ટ્રાન્સફર, 63ની સેસન્સ જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડિશિયલ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 222 જજનો સમાવેશ થાય છે. જ્યારે 56 સિવિલ જજની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમજ 63 જ્યુડિશિયલ ઓફિસરોની જુદા જુદા જિલ્લાઓમાં સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમામ જ્યુડિશિયલ ઓફિસરો 20મે થી પોતાનો નવો ચાર્જ સંભાળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા  સિવિલ જજ, સિનિયર સિવિલ […]

અમદાવાદમાં BRTSની ઈલેક્ટ્રીક બસો લોડ ઉપાડી શકતી નથી, બસમાંથી પ્રવાસીઓને ઉતારી દીધા,

અમદાવાદઃ મોંઘાદાટ પેટ્રોલ-ડિઝલના વિકલ્પમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધતો જાય છે. હવે તો જાહેર પરિવહનની બસો પણ ડીઝલ કે સીએનજીના સ્થાને ઈલેક્ટ્રિક બસો સેવામાં મુકવામાં આવી રહી છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ઈલેક્ટ્રીક બસો પ્રવાસી લોડ ઉપાડી શકતી ન હોવાની બસના ડ્રાઈવરો જ ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસની ઈલેક્ટ્રિક બસમાં આવી ફરિયાદો ઊઠી […]

અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાનું લિસ્ટ મોબાઈલ ફોન પર મેળવી શકાશે, પ્રવેશ ન મળે તો DEOને જાણ કરો

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ધોરણ 10નું પરિણામ શનિવારે જાહેર થશે. ઉપરાંત શાળાઓના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે શાળાઓમાં પ્રવેશ માટેની મોસમ પણ શરૂ થશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવેશ સુવિધા સરળ બનાવવા માટે ગુગલ લિન્ક અને ક્યુઆર કોડ બનાવ્યો છે. જેના થકી વાલીઓ ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ ઘેરબેઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code